Mehsana: કોરોનાની જાહેર ફરિયાદોના સંચાલન માટે દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ

|

Jan 14, 2022 | 10:01 AM

મહેસાણામાં કોરોનાની સ્થિતિમાં હોમ આઇસેલેશન સેલ દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને સારવાર આપવામાં આવશે. હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સહિતની સુવિધા વધારાઇ છે. ખાનગી હોસ્પિટલો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

Mehsana: કોરોનાની જાહેર ફરિયાદોના સંચાલન માટે દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ
Nodal officer appointed for handling COVID19 Public grievances

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)નો રાફડો ફાટી નીકળ્યો છે. ગુજરાત (Gujarat)માં જુદા જુદા જિલ્લામાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા કોરોનાના કેસનો પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લામાં દરેક તાલુકામાં નોડલ અધિકારીઓ (Nodal officers)ની નિમણૂક કરાઇ છે

મહેસાણા જિલ્લામાં કોરાનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની કામગીરીનું અસરકારક અમલીકરણ થાય તે માટે દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. મહેસાણામાં તાલુકા કક્ષાએ દેખરેખ, નિયંત્રણ અને સંકલનની કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

મહેસાણામાં કોરોનાની સ્થિતિમાં હોમ આઈસોલેશન સેલ દ્વારા હોમ આઈસોલેટ દર્દીઓને સારવાર આપવામાં આવશે. હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સહિતની સુવિધા વધારાઈ છે. ખાનગી હોસ્પિટલો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મહેસાણામાં જ દર્દીને તમામ પ્રકારની સારવાર મળી રહે તે રીતનો પ્રયાસ કરાયો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મહેસાણા જિલ્લામાં 104ની સેવા ફરી એક્ટિવેટ કરાઈ છે. જેના પરથી કોલ કરીને દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

આ પણ વાંચોઃ Ahmedabad: BRTS બસમાં બેસવા જતા જ દરવાજો થઈ ગયો બંધ, મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, જુઓ વીડિયો

Next Article