Mehsana : ગુજરાતમાં પ્રથમવાર પ્લેનની થશે હરાજી, આ કંપનીએ વેરો ન ભરતા નગરપાલિકાએ કડકાઈ દાખવી

|

Aug 12, 2022 | 9:50 AM

સમયાંતરે AAA કંપની વેરો નહી ભરી શકતા કંપનીના 4 પ્લેન, એક હેંગર, 1 ગાડી સહિત ઓફિસ સાથે સામાનને સીલ કરી દીધી હતી.ત્યારથી કંપની નગરપાલિકાને વેરો ભરવાનું ચુકી રહી છે.

મહેસાણા નગરપાલિકા (mehsana nagarpalika) ટુંક સમયમાં AAA કંપનીના 4 પ્લેનની હરાજી કરાશે.નગરપાલિકા હસ્તક એરોડ્રામનો 7 કરોડથી વધુનો બાકી વેરો વસૂલાશે.અમદાવાદ એવિએશન એન્ડ એરોનેટિક લિમીટેડે (Aviation and Aeronautics Limited) નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનો ભાડા કરાર સાથે 2008થી પ્લેનની ટ્રેનિંગ (pilot traning)  આપવાની શરૂઆત કરી હતી.પરંતુ સમયાંતરે કંપની વેરો નહી ભરી શકતા કંપનીના 4 પ્લેન, એક હેંગર, 1 ગાડી સહિત ઓફિસ સાથે સામાનને સીલ કરી દીધી હતી.ત્યારથી કંપની (AAA Company) નગરપાલિકાને વેરો ભરવાનું ચુકી રહી છે.

આ પહેલા થયેલી હરાજી રદ્દ કરવી પડી

જો કે 2018માં નગરપાલિકાએ આ કંપનીને સિલ કરી હરાજીનો પ્રયાસ કર્યો હતો.પણ આ મિલકત ખરીદનાર કોઈ ન મળતા હરાજી રદ થઇ હતી.મહત્વનું છે કે AAA એવિએશન કંપનીનો બાકી વેરા 7 કરોડ 68 લાખથી વધુ છે.જેથી પાલિકા ફરી હરકતમાં આવી છે અને હરાજી કરવાનું મન બનાવી લીધું છે.

ગુજરાતમાં પ્રથમવાર પ્લેનની હરાજી (Auction)થશે.તમને જણાવી દઈએ કે, મહેસાણા નગરપાલિકા દ્વારા એક બે નહીં પરંતુ કુલ 4 ચાર્ટડ પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે,આ પહેલા જે ત્રણ વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સમાન ખરીદવા માટે ડિપોઝીટ પણ ભરી હતી. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા પાલિકાની વેરાની રકમ જે લેવાની નીકળતી હતી. તે રકમ ખાનગી કંપની દ્વારા ન ભરવામાં આવતા 4 પ્લેનની હરાજી કરવામાં આવનાર છે.

Next Video