ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાને કરાયા એલર્ટ

|

Aug 23, 2022 | 9:54 AM

ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાતા નદી કાંઠાના સાત જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમમાં હજુ જો જળસ્તર વધે તો 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.

રાજસ્થાનમાં(rajasthan)  પડેલા ભારે વરસાદને  (Heavy Rain) પગલે ધરોઈ ડેમની જળસપાટી વધી છે.ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં (Sabarmati river) પાણી છોડાતા નદી કાંઠાના સાત જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે,દર કલાકે સાબરમતી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.તો મહેસાણા (mehsana) જિલ્લાના 27 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.ધરોઈ ડેમમાં હજુ જો જળસ્તર વધે તો 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.

ધરોઈ ડેમની સપાટી વધતા એલર્ટ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમની સપાટી વધી રહી છે.ડેમમાં વરસાદી પાણીની આવક વધતા હાલ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સમયાંતરે 20000 ક્યુસેકથી 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.જેના કારણે નીચાણવાળા કાંઠા વિસ્તારના ગામોને ધરોઈ ડેમ કાર્યપાલક ઇજનેર દ્વારા એલર્ટ (Alert) આપવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે ,રાજસ્થાનમાં ભારે વરસાદ ને પગલે ડેમમાં પાણીની આવક વધી છે.

તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સુચના

ધરોઇ ડેમમાં હાલ 88.47 ટકા પાણીનો જથ્થો છે, તેમજ ભારે વરસાદની આગાહીને (Rain forecast) પગલે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ,ખેડા, અમદાવાદ, બનાસકાંઠા અને આણંદના કલેક્ટર સહિત તંત્રને સુચના આપવામાં આવી છે.હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 10350 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.હાલની જળ સપાટી 619.36 ફુટ રૂલ લેવલ પર છે,જ્યારે કુલ સપાટી 622 ફુટથી માત્ર અઢી ફુટ દુર છે.

Published On - 9:52 am, Tue, 23 August 22

Next Video