Mehsana: રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ, બુટલેગર આશુ અગ્રવાલની ધરપકડ

|

Aug 06, 2022 | 7:39 PM

મહેસાણા પોલીસ બુટલેગર આશુ અગ્રવાલની સતત પૂછપરછ કરી રહી છે...જેને પગલે આવનારા સમયમાં હજુ અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

મહેસાણા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે.. પોલીસે રાજસ્થાનના કુખ્યાત બુટલેગર આશુ અગ્રવાલની ધરપકડ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.. આશુ અગ્રવાલની સાથે વિનોદ સિંધી, સુનિલ દરજી, આનંદ પાલસિંહ અને લક્ષ્મણ નામના બુટલેગરોએ ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા એક કંપની શરૂ કરી હતી. જેના દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો.મહેસાણા પોલીસે ટોળકી પાસેથી દારૂની 62,989 બોટલો અને અંદાજે રૂ. 1.76 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજસ્થાનના બુટલેગરો પોલીસથી બચવા વોટ્સએપ કોલિંગ કરતા અને યુકે, દુબઇ અને આફ્રિકા જેવા દેશોના નંબરોથી વાત કરતા હતા. ઉપરાંત દારૂ સપ્લાયના રૂપિયાના વ્યવહારો પણ આંગડીયા મારફતે થતાં હતા.મહેસાણા પોલીસ બુટલેગર આશુ અગ્રવાલની સતત પૂછપરછ કરી રહી છે…જેને પગલે આવનારા સમયમાં હજુ અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

Published On - 7:38 pm, Sat, 6 August 22

Next Video