ઉતર ગુજરાતવાસીઓ માટે પાણી પીતા પહેલા ચેતવા જેવુ, ધરોઈ ડેમમાં વધી રહ્યું છે ટર્બીડિટીનું પ્રમાણ

|

Aug 19, 2022 | 11:56 AM

ઉત્તર ગુજરાતના 10 મોટા શહેર અને 900 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈનું પાણી અપાય છે.જ્યારે ટર્બીડિટીનું પ્રમાણ વધે છે ત્યારે તંત્ર દ્વારા પાણી ઉકાળીને પીવાની લોકોને સલાહ આપી છે.

ઉત્તર ગુજરાતની (North Gujarat) પ્રજા પીવાનું પાણી પીતા પહેલા ચેતજો.કારણ કે ધરોઈ ડેમમાં (Dharoi Dam) પાણીની આવક વધતા પાણીમાં ટર્બીડિટીનું પ્રમાણ વધ્યું છે.થોડા દિવસ પહેલા ધરોઈના પાણીમાં (Water) 300 કરતા વધુ ટર્બીડિટી નોંધાઇ હતી,  ત્યારે ડેમમાંથી 20 ટર્બીડિટી નું પાણી આવી રહ્યું છે.મહત્વનું છે કે, ધરોઈ ડેમથી વાવ હેડ વર્ક્સ ખાતે ધરોઈ ડેમનું પાણી લાવવામાં આવે છે.વાવ ખાતે પાણીનું શુદ્ધિકરણ (Water Purification  )કરી ઉત્તર ગુજરાતમાં અપાય છે.ઉત્તર ગુજરાતના 10 મોટા શહેર અને 900 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈનું પાણી અપાય છે.જ્યારે ટર્બીડિટીનું પ્રમાણ વધે છે ત્યારે તંત્ર દ્વારા પાણી ઉકાળીને પીવાની લોકોને સલાહ આપી છે.

ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક

સાર્વત્રિક વરસાદ બાદ ઉત્તર ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ગઈ કાલે ધરોઈ ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સવારે 9:30 કલાકે 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં પાણીની સતત આવક વધતા કુલ 6 દરવાજા ખોલાયા છે. સાબરમતી નદીમાં  (Sabarmati) હાલ પાણી છોડાઈ રહ્યું છે.તો બીજી તરફ પાણી છોડાતા કાંઠા વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુકતેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તંત્ર સતર્ક

પાટણ જિલ્લાના મુકતેશ્વર ડેમમાં (Mukteshvar Dam) પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડ  (Alert) પર આવ્યું છે. સરસ્વતી અને મોયણી નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા આપી સૂચના આપવામાં આવી છે. સિદ્ધપુર મામલતદારે જાહેરનામું બહાર પાડયું છે અને તલાટીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તો પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અને પાણીના પ્રવાહમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

Next Video