ગાંધીનગર : હવે રાજ્યના સરકારી કર્મચારીઓએ ચડાવી બાંય, પડતર માંગણીઓને લઇને કર્મચારીઓ આંદોલનના માર્ગે

|

May 09, 2022 | 8:37 AM

આ મહાઆંદોલનમાં ગુજરાતના (Gujarat) 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખ કર્મચારીઓ જોડાશે.જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય, સચિવાલય સહિતના વિભાગના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે.

રાજ્યના(Gujarat)  72 સરકારી કર્મચારી સંગઠનો આજે એક મંચ પર આવશે. આજથી ગાંધીનગર (Gandhinagar) સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઇને સંયુક્ત કર્મચારી મોરચો મહાઆંદોલન કરશે. તમને જણાવી દઈએ કે, સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી (Satyagrah Chavni) ખાતે સવારે 10થી 2 વાગ્યા સુધી ધરણાં યોજવાની જાહેરાત કરી હતી.જે બાદ કર્મચારી મંડળના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel)  આવેદનપત્ર આપશે.

કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે

આ મહાઆંદોલનમાં ગુજરાતના 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખ કર્મચારીઓ(Employee)  જોડાશે.જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય, સચિવાલય સહિતના વિભાગના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે.જો સરકાર કોઈ ચોક્કસ હકારાત્મક જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની પણ તેમણે ચિમકી ઉચ્ચારી છે.

માંગણી નહીં સંતોષાય તો આંદોલન  ઉગ્ર બનાવવાની ચિમકી

ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ જેટલી મુખ્ય માગણીઓ સાથે આંદોલનના (Mega Protest) મંડાણ શરૂ કર્યા છે.જેમાં જૂની પેન્શન યોજનાને સત્વરે લાગુ કરવી.તેમજ સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો,ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની સાથે જ અન્ય કેડરની પણ સળંગ સર્વિસ ગણવાની માગણી છે.આ અન્ય કેડરોને પણ ઉચ્ચતર પગાર ધોરણ મળવા પણ માંગ કરી છે.રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ અને આંદોલન બાદ હવે રાજ્ય સરકારના કર્માચારીઓ પણ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Next Video