વડોદરામાં તબેલાની આડમાં ચાલતો હતો ડ્રગ્સનો કાળો કારોબાર, ગુજરાત ATS એ 5 શખ્શની કરી ધરપકડ

|

Nov 30, 2022 | 3:04 PM

આ ઝડપાયેલા પાંચ શખ્સો વડોદરાના જ વતની છે. ગુજરાત ATSને બાતમી મળી કે તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ધમધમી રહી છે.

ગુજરાતમાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ વડોદરા શહેર અને ગ્રામ્યમાં બે સ્થળે દરોડા પાડી અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો.  વહેલી સવાર સુધી ATS અને વડોદરા SOGની કાર્યવાહી ચાલી હતી. ભેંસોના તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઉભી કરાઈ. એટલું જ નહીં ભેંસોનો તબેલો તથા દવા બનાવવાનું કહી જગ્યા ભાડે રાખવામાં આવી હતી. મોટી માત્રામાં કેમિકલ તથા અન્ય રો મટિરિયલ પણ ઝડપાયું છે.  FSLની ટીમ ને સાથે રાખી કેમિકલ તથા અન્ય રો મટિરિયલનું પ્રાથમિક પૃથક્કરણ કરવામાં આવ્યું હતુ. હાલ ગુજરાત ATSએ ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવાર સુધી ATS અને વડોદરા SOGની કાર્યવાહી ચાલી

આ ઝડપાયેલા પાંચ શખ્સો વડોદરાના જ વતની છે. ગુજરાત ATS ને બાતમી મળી કે તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ધમધમી રહી છે. જેના આધારે દરોડા પાડીને નશીલા દ્રવ્યોના મોટા જથ્થા સાથે 5 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આરોપીઓ ડ્રગ્સનો જથ્થો કોને આપતા હતા. આ રેકેટમાં અન્ય કોની-કોની સંડોવણી છે, તે સહિતની તપાસ હાથ ધરી છે.

 

Next Video