NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ, 10 લાખ લઈ કરાવતા ચોરી, જુઓ -VIDEO

NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 -10 લાખ લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા. જે મામલે જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ આવ્યું બહાર છે. જે બાદ આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

| Edited By: | Updated on: May 09, 2024 | 6:38 PM

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 -10 લાખ લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા. જે મામલે જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ આવ્યું બહાર છે. જે બાદ આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ અંગે વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી છે.

NEETની પરિક્ષા મુદ્દે મસમોટા કૌભાંડનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ પંચમહાલ ખાતેથી NEETની પરિક્ષા મુદ્દે પૈસા આપી ચોરી કરવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવા નક્કી થયું હતુ. આ સાથે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી સાત લાખ રોકડ પણ મળી આવ્યા છે.

ત્રણ આરોપી સામે નોંધાઈ ફરિયાદ

પંચમહાલમાં સામે આવેલ આ મોટા કૌભાંડ બાદ તંત્ર દોડતુ થયું છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટ સામે આવી જે બાદ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ , વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ તપાસમાં લાગી

મળતી માહિતી મુજબ કૌભાંડીઓ વિદ્યાર્થીઓને OMR સીટ ખાલી છોડવાનું કહેતા હતા જે બાદ કૌભાંડીઓ વિદ્યાર્થીઓની OMR સીટ જાતે જ ભરી કૌભાંડ આચર્તા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસમાં લાગી છે.

Published On - 1:43 pm, Thu, 9 May 24