Ahmedabad : મસ્કતી માર્કેટનો અનોખો પ્રયોગ, હવે ઠગ વેપારીઓના GST નંબર અને નામ સરકારી એજન્સી અને ઇન્કમટેક્સ વિભાગને અપાશે

|

Jan 23, 2023 | 9:07 AM

હવે મસ્કતી માર્કેટ ઠગ વેપારીઓના GST નંબર અને નામ સરકારી એજન્સી અને ઇન્કમટેક્સ વિભાગને અપાશે. બ્લેક લિસ્ટ કરાયેલા વેપારીઓના નામની યાદી પણ સોંપવામાં આવશે.

હવે અમદાવાદના મસ્કતી માર્કેટમાં ઠગાઇ કરનાર વેપારીઓની ખેર નહીં. ઠગાઈ આચરનારા વેપારીઓ સામે મસ્કતી માર્કેટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. જે મુજબ હવે મસ્કતી માર્કેટ ઠગ વેપારીઓના GST નંબર અને નામ સરકારી એજન્સી અને ઇન્કમટેક્સ વિભાગને અપાશે. બ્લેક લિસ્ટ કરાયેલા વેપારીઓના નામની યાદી પણ સોંપવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનને પણ વિગતો આપી પ્રોપર્ટીટેક્સ ભર્યો કે નહીં એ અંગે જાણ કરવામાં આવશે.

બ્લેક લિસ્ટ વેપારીની પણ અપાશે યાદી

આ નિર્ણયથી સમગ્ર દેશની જીએસટી કચેરી ફ્રોડ કરનારા વેપારીઓની ઓળખ કરી શકશે. મહત્વનું છે કે માત્ર અમદાવાદમાં જ એક હજારથી વધુ ઠગ વેપારીઓની યાદી બની છે. માર્કેટ પાસે 560 લવાદી અને 2500 ટેકસટાઇલ એસઆઇટી પાસે ઠગાઈના કેસ નોઁધાયા છે. જેમાંથી અમદાવાદમાં 500 કરોડ કરતા વધુને ટેકસટાઇલ ફ્રોડ થયા છે.એટલું જ નહીં જે વેપારી જીએસટી નંબર નહીં મેળવે તેના આધાર અને પાનકાર્ડ સિઝ કરવા માગ કરવામાં આવી છે.

(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ) 

Published On - 8:33 am, Mon, 23 January 23

Next Video