Kutch : દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યુ તંત્રનું બુલડોઝર, દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ કામગીરી

|

Oct 15, 2022 | 10:25 PM

Kutch: કચ્છમાં દરિયાઈ વિસ્તારોમાં બીજા રાઉન્ડની ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી આ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે.

ગુજરાત  સરકાર દરિયાઈ સુરક્ષા (Marine Security)ને લઈને વધુ સતર્ક બની છે અને દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં બાંધી દેવામાં આવેલા ગેરકાયદે દબાણો (Illegal Construction)દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે દરિયાઈ સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરતા દરિયાઈ વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કચ્છ (Kutch)માં એક સપ્તાહના વિરામ બાદ બીજા રાઉન્ડની દબાણ દૂર કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. કચ્છમાં પાછલા થોડા દિવસોમાં તંત્રએ 300થી વધુ દબાણો હટાવી વિસ્તારને મુક્ત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર વર્ષોથી દરિયાઇ વિસ્તારમાં પોતાનો અડિગો જમાવી બેઠેલા અસામાજિક તત્વોના દબાણો દૂર કરવા કટિબદ્ધ બની છે. જે અંતર્ગત તંત્રએ પહેલા દ્વારકા અને હવે કચ્છના બંદર વિસ્તારને દબાણ મુક્ત કરી અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

દેવભૂમિ દ્વારકા  તંત્રએ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતના દરિયાકાંઠેથી છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ભૂતકાળમાં ઝડપાયુ છે. ત્યારે ડ્રગ્સની સિન્ડીકેટને તોડવા ગુજરાત પોલીસે મજબૂતી સાથે કામગીરી કરી રહી છે. ગુજરાત પોલીસે દરિયાઈ સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમા ગુજરાતના મહત્વપૂર્ણ દરિયાકિનારાના દરિયાઈ પટ્ટી પરના વિવાદી સ્થળોએ ઉભા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમા સૌપ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ કનેક્શનની આશંકાને લઈને તંત્રએ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ ડિમોલિશન મેગા ડ્રાઈવમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.  દેવભૂમિ દ્વારકાની જેમ જ કચ્છ, ગીર સોમનાથ,  તેમજ પોરબંદરની દરિયાઇ પટ્ટી પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

Next Video