સુરતમાં અસામાજીક ત્તત્વો બેફામ બની રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે, કારણ કે પાંડેસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.યુવકે યુવતીના ઘરમાં ઘૂસીને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ આરોપી 2 વર્ષથી યુવતી પર સતત નજર રાખી રહ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપરકડ કરી વધુ તપાસ આદરી છે.
થોડા દિવસો અગાઉ સુરતના એક રોડ રોમિયોને મહિલાની છેડતી કરવી પડી ભારે પડી ગઇ હતી. કારણકે આ મહિલા રણચંડીકા બનીને જાહેર રોડ પર ચંપલ વડે રોડસાઇડ રોમિયોને ફટકાર્યો હતો.જેનો વીડિયો પણ વાયરલ થયો હતો, જે બાદ ગોડાદરા વિસ્તારના વીડિયોને લઈને પોલીસે પણ રોમિયોને દબોચી લીધો હતો.
સુરતમાં યુવતીની છેડતીની ફરિયાદમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ નાની બાળાઓ અને કિશોરીઓ સાથે દુષ્કર્મોની ફરિયાદો સામે આવી રહી છે. જાણે પોલીસનો ડર જ ન હોય એ રીતે આજે ફરી યુવતીના ધરમાં ઘૂસીને યુવકે છેડતી કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
Published On - 12:43 pm, Sun, 5 March 23