Vadodara : કરજણ સેવાસદનમાં ACBની તવાઈ, વહીવટી મામલતદાર લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

|

Apr 19, 2023 | 12:45 PM

વડોદરા કરજણ સેવાસદનમાં એસીબીએ મામલતદારને રંગે હાથ ઝડપ્યો હતો. વહીવટી મામલતદાર રાજુ પટેલ 30 હજારની લાંચમાં ઝડપાયો હતો. આરોપીએ સુજલામ સુફલામ યોજનામાં માટી પુરાણના કામ માટે લાંચ માગી હતી.

વડોદરાના કરજણ સેવાસદનમાં મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા કરજણ સેવાસદનમાં એસીબીએ મામલતદારને રંગે હાથ ઝડપ્યો હતો. વહીવટી મામલતદાર રાજુ પટેલ 30 હજારની લાંચમાં ઝડપાયો હતો. આરોપીએ સુજલામ સુફલામ યોજનામાં માટી પુરાણના કામ માટે લાંચ માગી હતી. મામલાદાર વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara: ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અજીબોગરીબ ફરિયાદ, મહિલાએ પોતાના જ પતિને તાંત્રિક બતાવી નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં 320 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

આ અગાઉ રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આવેલા ખીજડીયા ગ્રામપંચાયતનો વીસીઇ ( ગુજરાતના ગામડામાં ગ્રામ પંચાયતની અંદર ઈ-ગ્રામ અંતર્ગત કામ કરે છે. ) 320 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. રાજકોટ એસીબીને ફરિયાદ મળી હતી કે ખીજડિયા ગ્રામ પંચાયતમાં ખેડૂતોને જરૂરી દસ્તાવેજ કાઢી આપવા માટે જે એક પાનના 5 રૂપિયા વસુલવાના હોય છે તેના બદલે 10 રૂપિયા વસુલવામાં આવ્યા હતા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video