‘જીતુ વાઘાણીને ઢોરવાળાની વ્યાખ્યા જ ખબર નથી’, રાજ્ય સરકારના નિર્ણય પર માલધારી પંચાયત આકરા પાણીએ

|

Aug 25, 2022 | 8:11 AM

વર્ષ 2011 ના કોર્ટ આદેશનો ઉલ્લેખ કરતા માલધારી મહાપંચાયતે જણાવ્યું કે તે સમયે કોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રસ્તા પરથી ઢોર હટાવવા કહ્યું હતું છતાં સરકારે આજદિન સુધી તેનું પાલન ન કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ તરફ રખડતા ઢોર (Stray Cattle) મુદ્દે ગુજરાત માલધારી મહાપંચાયતે CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખ્યો હતો. જેમાં માલધારી પંચાયતે રાજ્યમાં રખડતા ઢોરની વ્યાખ્યા નક્કી કરવા માગ કરી છે. સાથે જ સરકાર હાઇકોર્ટ અને માલધારીને ગેરમાર્ગે ન દોરે તેવી રજૂઆત પણ પત્ર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારની બેધારી નિતિથી પ્રજા ઢોર અકસ્માતનો ભોગ બનતી હોવાના આક્ષેપ માલધારી મહાપંચાયતે (Maldhari Mahapanchayat) કર્યા છે.સાથે જ રાજ્ય સરકારે હાઇકોર્ટના (Gujarat Highcourt) આદેશનું ખોટું અર્થઘટન કરી ખોટા આદેશ જાહેર કર્યા હોવાનું જણાવ્યું. ઉપરાત વર્ષ 2011 ના કોર્ટ આદેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે તે સમયે કોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રસ્તા પરથી ઢોર હટાવવા કહ્યું હતું છતાં સરકારે આજદિન સુધી તેનું પાલન ન કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે રાજ્ય સરકારે (Gujarat govt) છેલ્લા 27 વર્ષમાં એક પણ માલધારી વસાહત બનાવી નથી.

રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનો AMC ને નિર્દેશ

ગુજરાતમાં (Gujarat) ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. આ હાઈકોર્ટે AMC કમિશનરને 2 અધિકારીઓની નિમણૂક કરી સતત 3 દિવસ સુધી 24 કલાક પેટ્રોલિંગ કરવાની સૂચના આપી છે.. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે રખડતા ઢોરને કારણે કોઇના જીવ ન જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટને બાંહેધરી આપી

ગુજરાત હાઇકોર્ટે ગતરોજ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ રસ્તે રખડતા ઢોર પર વિશેષ ધ્યાન આપવા CNCD ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે. આ તરફ હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર પણ આ મુદ્દે ગંભીર બની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટને બાંહેધરી આપી છે કે રખડતા ઢોર મુદ્દે આગામી સમયમાં રાજ્ય સરકાર અને AMC કડક હાથે કાર્યવાહી કરશે અને આ સમસ્યાને દૂર કરવા બનતા તમામ પ્રયત્નો કરશે.

Next Video