Mahisagar Video : શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
નરાધમ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ તેજ કરી છે.
Mahisagar : મહીસાગરમાંથી શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના જાનવડ ગામે શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. નરાધમ આચાર્ય રાજેશ પટેલે ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ તેજ કરી છે.
(With Input : Ashish Thakar)
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Loading...
Unable to load recommendations.
