Mahisagar : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Jul 24, 2022 | 10:43 PM

મહિસાગર(Mahisagar) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં લાંબા વિરામ બાદ લુણાવાડા, ખાનપુર, સંતરામપુર , બાલાસિનોર અને વીરપુરમાં વરસાદ પડયો છે. તેમજ કડાણા અને સંતરામપુરમાં 1-1 ઇંચ વરસાદ પડયો છે.

ગુજરાતમાં(Gujarat)  ત્રણ દિવસ વરસાદની(Rain)  આગાહી વચ્ચે મહિસાગર (Mahisagar) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં લાંબા વિરામ બાદ લુણાવાડા, ખાનપુર, સંતરામપુર , બાલાસિનોર અને વીરપુરમાં વરસાદ પડયો છે. તેમજ કડાણા અને સંતરામપુરમાં 1-1 ઇંચ વરસાદ પડયો છે. જ્યારે વરસાદના પગલે કડાણા અને ભાદરડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. તેમજ કડાણા ડેમની જળ સપાટીમાં વધારતો થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર, ભાભર, દિયોદર અને સુઇગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. તો સાબરકાંઠા પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. બીજી તરફ મહેસાણામાં પણ કડી, બહુચરાજી, વડનગર અને જોટાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો.

જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં મોટા પાયે પાણી ભરાતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો. અમદાવાદમાં પણ શનિવારે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાતભર ધીમી ધારે વરસતો રહ્યો. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો.

Published On - 10:42 pm, Sun, 24 July 22

Next Video