મહીસાગર : જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, કડાણામાં નવા રસ્તાનું લોકાર્પણ પણ કરાયું

|

Mar 07, 2024 | 10:16 PM

જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે કડાણાના ઝાલાસાગ ખાતે પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના મળી 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય કડાણામાં નવા રસ્તાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

મહીસાગરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ સંતરામપુરથી કર્યા છે. કડાણાના ઝાલાસાગ ખાતે પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના મળી 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય કડાણામાં નવા રસ્તાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે કડાણા તાલુકાના વેલણવાડા ગામે 3 કિમીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વેલણવાડાના હનુમાન મંદિરથી નીંદકા ડેરી સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો કડાણામાં કુલ 594.63 લાખના રસ્તાના લોકાર્પણ કરવામાં આવ્યા.

Published On - 10:14 pm, Thu, 7 March 24

Next Video