Mahisagar : કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમ લેવલ 405 ફૂટે પહોંચ્યું

|

Aug 14, 2022 | 11:49 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસામાં બાદ અનેક ડેમોમાં પાણીની આવક વધી છે. જેમાં મહીસાગર(Mahisagar)જિલ્લામાં કડાણા ડેમમાં (Kadana Dam) પાણીની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં હાલ ડેમની જળ સપાટીમાં વધુ 2 ફૂટનો વધારો થયો છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસામાં બાદ અનેક ડેમોમાં પાણીની આવક વધી છે. જેમાં મહીસાગર(Mahisagar)જિલ્લામાં કડાણા ડેમમાં (Kadana Dam) પાણીની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં હાલ ડેમની જળ સપાટીમાં વધુ 2 ફૂટનો વધારો થયો છે. જેના લીધે ડેમ લેવલ 405 ફૂટે પહોંચ્યું છે. તેમજ હાલ ડેમમાં 42411 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. તેમજ ઉપરવાસમા પડી રહેલા સતત વરસાદને લઇ દિવસ દરમિયાન 2 થી 3 ફૂટનો વધારો કડાણા ડેમ થઈ રહ્યો છે.મહીસાગર નદીમાં 5 હજાર ક્યુસેક અને સુજલામ સુફલામ કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે.

ધરોઈમા મધરાત બાદ આવક સતત વધી

આ ઉપરાંત ઉત્તર ગુજરાતની જીવાદોરી એવા ધરોઈ જળાશયમાં 27500 ક્યુસેકની પાણીની આવક નોંધાઈ છે. જે ગઈ કાલે 3400 ક્યુસેક હતી, જે મધ્યરાત્રી બાદસતત વધતી રહી હતી. વધતી જતી આવક આજે શનિવારે સવારે 27 હજાર 500 ક્યુસેકે પહોંચી હતી. જે સતત સવારે 10 કલાક સુધી જળવાઈ રહી હતી. વહેલી પરોઢે પાંચ વાગ્યે ધરોઈમાં 14 હજાર અને સવારે 7 વાગ્યાના અરસા દરમિયાન 17 હજાર ક્યુસેક આવક નોંઘાવા લાગી હતી. આમ વધતી આવકને લઈ લગભગ દોઢેક ફુટ જેટલી સપાટીનો વધારો એક રાત્રી દરમિયાન નોંધાયો હતો. આમ જળાશયમાં જથ્થો 54 ટકા જેટલો થવા પામ્યો છે.

ગુહાઈ અને હાથમતીમાં પણ સપાટી વધી

આવી જ રીતે મધ્યરાત્રી બાદ હાથમતી, મેશ્વો અને ગુહાઈ સહીતના જળાશયોમાં પણ આવકમાં વધારો નોંધાયો હતો. ગુહાઈ જળાશયમાં આવકની સપાટી મધ્યરાત્રી દરમિયાન 5 હજાર ક્યુસેક પર પહોંચી હતી. જે વહેલી સવારે 8 વાગ્યા સુધી 3 હજાર ક્યુસેકની આસપાસ જળવાઈ રહી હતી. જે 10 કલાકે ઘટીને 600 ક્યુસેક રહેવા પામી હતી. પરંતુ રાત્રી દરમિયાન ગુહાઈમાં પાણીની આવક નોંધાતા અઢી ફુટ જેટલી સપાટીમાં વધારો થયો હતો. જ્યારે સાડા છ ટકા જેટલો જળ ઝથ્થામાં વધારો થયો હતો.

શુક્રવાર રાત્રીના 9 કલાક બાદ પાણીની આવક સતત વધવા લાગી હતી જે શનિવાર સવારે 7 કલાક સુધીમાં આવક 8400 જેટલી નોંધાઈ હતી. મધ્યરાત્રીના એક વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી આવક 7600 ક્યુસેક રહી હતી.. સવા મીટર જેટલી પાણીની સપાટીમાં વધારો નોંધાયો હતો,જ્યારે જળાશયમાં જળ જથ્થો પણ 10 ટકાથી વધારે નોંધાતા હાલમાં 36 ટકા જેટલો જળ ઝથ્થો થવા પામ્યો છે. જવાનપુરા જળાશયમાં 1445 ક્યુસેક અને હરણાવ ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

મેશ્વો જળાશયની સપાટી વધી

અરવલ્લી જિલ્લામાં આવેલા જળાશયોમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી. મેશ્વો જળાશયમાં શુક્રવાર રાત્રીના 10 કલાક બાદ સતત આવકમાં વધારો નોંધાયો હતો અને જે રાત્રીના બાર વાગ્યાના અરસા દરમિયાન 5 હજાર ક્યુસેકથી વધારે આવક થઈ હતી. જે શનિવારે 6 કલાક સુધી જળવાઈ રહી હતી. સવારે 9 કલાકે 1700 ક્યુસેક આવક નોંધાઈ હતી. આમ સપાટી સવારે 211.72 મીટર પહોંચી છે. જે ગઈકાલે સવારે 210.47 મીટરની સપાટી હતી.

Published On - 11:36 pm, Sun, 14 August 22

Next Video