ભક્તો માટે ખુશખબર, શ્રદ્ધાળુઓ હવે સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા કરી શકશે
ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાદ્ય અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાદ્ય સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
સોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર છે. શ્રદ્ધાળુઓ હવેથી મહાદેવની પૂજા-અર્ચના કરી શકશે. ભાવિકો 21 રૂપિયાથી લઈ 21 લાખ સુધીની પૂજા કરી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાદ્ય અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાદ્ય સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરાશે.
પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી
આ પાદ્ય પૂજા પ્રારંભે તમામ અધિકારીઓ, કર્મચારીઓએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી હતી. આ બિલ્વપૂજાનો લાભ લેવા માટે મંદિરની વેબસાઈટ પર જઈને અથવા 080-690-799-21 નંબર પર મિસકોલ કરીને સરળતાપૂર્વક વોઈસ રજિસ્ટ્રેશન માધ્યમથી નોંધણી થઈ શકશે.
Published on: Jan 23, 2023 09:28 AM
