Morbi: મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ જતા 32 ગામને કરાયા એલર્ટ, નદીના પટમાં અવર-જવર ન કરવા વહીવટી તંત્રએ આપ્યા આદેશ

Morbi: મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ જતા 32 ગામને કરાયા એલર્ટ, નદીના પટમાં અવર-જવર ન કરવા વહીવટી તંત્રએ આપ્યા આદેશ

| Edited By: | Updated on: Sep 12, 2022 | 2:51 PM

મોરબીનો મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ભરાતા 32 ગામને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના 17 અને માળીયા-મિયાણા તાલુકાના 15 ગામમાં એલર્ટ અપાયું છે.

Morbi: મોરબીનો મચ્છુ 2 ડેમ (Machhu-2 dam) 70 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ભરાતા 32 ગામને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના 17 અને માળીયા-મિયાણા તાલુકાના 15 ગામમાં એલર્ટ અપાયું છે. સ્થાનિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. મચ્છુ 2 ડેમમાં હાલ 3478 ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે.

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર,પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદના પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

ક્યા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?

તો વરસાદના પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. ભરૂચ, નર્મદા, અરવલ્લી, મહિસાગર જિલ્લામાં વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અંહી વરસાદની આગાહીને લઇને સ્થાનિક તંત્રને સાવચેત રહેલા સૂચના આપવામાં આવી છે.