વડોદરાના રોડની બિસ્માર હાલત સામે લુણા ગામના લોકોનો અનોખો વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: May 18, 2023 | 11:05 PM

વડોદરાના લુણા ગામના લોકોનું અનોખું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. ચાર મહિનાથી ખરાબ રોડનો વિરોધ હોવાનું સામે આવ્યો છે. જેને લઈ વાજતે ગાજતે જાન લઈ લોકો કચેરીએ પહોંચ્યા હતા.

લોકોના કામ નહીં થતાં અનેક પ્રકારના વિરોધ તમે જોયા હશે. ત્યારે વડોદરામાં અનોખો વિરોધ કરાયો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્યમાર્ગની હાલત બિસ્માર છે. જેને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. લોકો દ્વારા આ અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી હતી. છતાં સમસ્યાનું સમાધાન નહીં થતા અનોખો વિરોધ કર્યો. સ્થાનિકો વાજતે ગાજતે ઘોડેસવાર વરરાજાની જાન લઈને માર્ગ અને મકાન વિભાગની કચેરી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મુકેશ પટેલે જુનાબેજ ગામની લીધી મુલાકાત, 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીની આ ગામમાં થઈ એન્ટ્રી

આ વિરોધમાં સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નારા લગાવ્યા, સાથે જ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રસ્તાનું કામ ત્વરિત પણે ચાલુ કરાવવા રજૂઆત કરી હતી. સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એક અલગ પ્રકારનો વિરોધ સામે આવ્યો હતો.

(With Input : Yunus Gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 18, 2023 11:03 PM