રાજ્યમાં પશુધન લમ્પીના ભરડામાં, CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની કરશે મુલાકાત

|

Aug 02, 2022 | 7:33 AM

લમ્પી વાયરસની કાતિલ લહેરના કારણે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે,ત્યારે આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર (Gujarat Govt) પણ એક્શનમાં આવી છે

રાજ્યમાં લમ્પી વાયરસનું (Lumpy virus) સંક્રમણ સતત વધી રહ્યું છે.લમ્પી વાયરસની કાતિલ લહેરના કારણે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર (Gujarat Govt) પણ એક્શનમાં આવી છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) આજે લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે લેશે.કચ્છમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની (Vaccination center) મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે આ રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરીની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપશે.

લમ્પી રોગના પગલે દૂધ ઉત્પાદન પર માઠી અસર

ગુજરાતમાં (Gujarat) પશુઓમાં લમ્પી રોગ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યા છે.બીજી તરફ સરકારનો દાવો છે કે, પશુઓનું સતત વેક્સીનેશન કરવામાં આવી રહ્યુ છે.સંક્રમણ ફેલાય નહીં તે માટે કેટલાક ઝોન અલગ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ઝોન ક્વોરોન્ટાઇ કરવામાં આવ્યા છે. તેમ છતા રાજ્યના 20થી વધુ જિલ્લામાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસને (kutch Lumpy virus) કારણે દૂધ ઉત્પાદન (Milk production) પર ગંભીર અસર પડી છે. કચ્છમાં લમ્પી વાયરસના કેસો વધ્યા બાદ દૂધ ઉત્પાદન ઘટ્યું છે.

ગુજરાતમાં લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. તો કચ્છમાં 58 પશુનાં મોત થયા છે. કચ્છમાં પશુઓમાં લમ્પીનો રોગ ફેલાવાને કારણે દૂધ ઉત્પાદન પર અસર પડી છે. ત્યારે કચ્છની સરહદ ડેરીના ચેરમેને કહ્યું કે, કચ્છમાં લમ્પીના કારણે દૈનિક 15 થી 20 હજાર લીટર દૂધ ઘટ્યું છે. ભુજમાં પણ દૂધ કલેક્શન ઘટ્યું છે.

Published On - 7:32 am, Tue, 2 August 22

Next Video