Gandhinagar: મોટી સંખ્યામાં LRD ઉમેદવારો ધરણાં પર ઊતર્યા, મહિલાઓની સમકક્ષ 2485 જગ્યા પુરૂષો માટે જાહેર કરવા માગ

|

Aug 01, 2022 | 5:49 PM

સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ (Protest) પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ મહિલાઓની સમકક્ષ 2485 જગ્યા પુરૂષો માટે જાહેર કરવાની માંગણી કરી છે.

ગાંધીનગરની (Gandhinagar) સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારો (LRD Candidates)મોટી સંખ્યામાં ધરણાં (Protest) પર બેઠા છે. પોસ્ટરો સાથે પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓએ LRDના નવા જાહેર થયેલા વેઇટિંગ લિસ્ટમાં પુરૂષો સાથે અન્યાય થયાની રજૂઆત કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ મહિલાઓની સમકક્ષ 2485 જગ્યા પુરૂષો માટે જાહેર કરવાની માંગણી કરી છે. ધરણાં પર ઉતરેલા LRDના ઉમેદવારોએ જ્યાં સુધી તેમની માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

શું છે ઉમેદવારોની માગ ?

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા સમકક્ષ 2485 જગ્યા પુરુષો માટે ભરવા LRDના ઉમેદવારો ધરણા પર બેઠા છે. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2018-19ની ભરતીમાં સરકારે જે 1 ઓગસ્ટ 2018ના નિયમને લઇને જે મહિલા કેટેગરી ભરતીની સંખ્યામાં વધારો કર્યો હતો. તે સમયે બંધારણના 33:67 ના રેસિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સરકારે 46: 54નો રેસિયો કર્યો હતો. જેના પરિણામે 62 માર્કસવાળી મહિલાઓ હાલમાં પોલીસ ખાતામાં જોબ કરી રહી છે. જ્યારે 88 માર્ક્સ લાવનાર ઉમેદવારો પોતાની નોકરી મેળવવા માટે ધરણા કરી રહ્યા છે.

ધરણાં યથાવત રાખવાની ચીમકી

ઉમેદવારોના જણાવ્યા અનુસાર, અનેક વાર સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પણ સરકારે કોઇ પણ મુદ્દા પર ધ્યાન આપ્યુ નથી. એટલે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં ધરણાં યથાવત રાખીશું.

Next Video