Mehsana: કોંગ્રેસના મંથનમાં ગ્યાસુદ્દીન શેખના ચાબખા ! ચૂંટણી મેનેજમેન્ટને લઈને કાઢયો બળાપો

|

May 24, 2022 | 9:20 AM

ગ્યાસુદ્દીન શેખે કહ્યું, ચૂંટણીના છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના કાર્યકરો કામ જ નથી કરતા. સભા, રેલી, મિટિંગ કરવાના બદલે પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ (Election Management)  કરવાની જરૂર છે.

મહેસાણામાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના (Congress) મંથનમાં ગ્યાસુદ્દીન શેખે (MLA Gyasuddin Shaikh) કોંગ્રેસ પક્ષ પર જ આકરા પ્રહારો કર્યા. ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા કે, EVMના કારણે નહીં પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી કોંગ્રેસ ચૂંટણી હારે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણીના છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના કાર્યકરો કામ જ નથી કરતા. સભા, રેલી, મિટિંગ કરવાના બદલે પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ(Election Management)  કરવાની જરૂર છે.

કોંગ્રેસી ધારાસભ્યો પક્ષ વિરુધ્ધ આપી રહ્યા છે નિવેદન !

તમને જણાવી દઈએ કે, આ અગાઉ વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. જે દરમિયાન પણ દિયોદર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ પક્ષ સામે પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વખતે તેણે કહ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો સિલસિલો શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ ભાજપનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં ઇવીએમ મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે. આથી હવે આગામી ચૂંટણીમાં (Gujarat Election)જાગૃત બનીએ અને દેશમાં લોકશાહી રાખવી હોય તો આ સ્થિતિ બદલવા ટકોર કરી હતી.

Next Video