Dwarka: જગતમંદિર બંધ રાખવા પર વેપારીઓનો વિરોધ, વહેલી તકે મંદિર ખોલવા કરી માગ

|

Jan 18, 2022 | 8:56 AM

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર કોરોનાના વધતા કેસ વચ્ચે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે દ્વારકાના સ્થાનિક વેપારીઓએ તંત્રને આવેદન પત્ર આપીને મંદિર વહેલી તકે ખોલવાની માગ કરી છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.

વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રેહવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુંને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી છે કે, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.

બીજી તરફ પોષી પૂનમ આસપાસના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. પરંતુ મંદિર બંધ હોવાના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ પ્રકારના નિર્ણય ભવિષ્યમાં જો લેવાય તો વહેલી જાણ કરવાની પણ રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો-

Ahmedabad: માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સતત ઘટાડો, 52 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

આ પણ વાંચો-

Ahmedabad : સાબરમતી રિવર ફ્રન્ટ બની રહ્યું છે સ્યુસાઈડ પોઈન્ટ, વર્ષ 2021માં નોંધાયા સૌથી વધુ આપઘાત

 

Next Video