બનાસકાંઠા : થરાદમા ચોખાના કટ્ટાની આડમાં દારૂ ઝડપાયો, 31 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

|

Jan 04, 2023 | 12:33 PM

થરાદ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીએ પેટ્રોલિંગ કરતા પંજાબથી આવતા ટ્રેલરને ઝડપ્યું હતું. જેમા ચોખાની આડમા દારુની 198 વિદેશી દારુની પેટી પંજાબમાંથી ગુજરાતમા લાવવામા આવી રહી હતી.

ગુજરાતના સરહદી જિલ્લામા દારુની હેરા ફેરી સામાન્ય બની ગઈ છે. જેમા અવનવા નુસ્ખા દ્વારા દારુના જથ્થાની હેર-ફેર કરવામાં આવે છે. જેમાં ક્યારેક ચોખાની આડમા તો ક્યારેક વાહનમા ચોર ખાનુ બનાવી દારૂની હેરફેર કરવામાં આવે છે. પોલીસ ચેકનાકા પર તપાસ કરી દારુના જથ્થાને ઝડપી પાડે છે. પરંતુ બુટલેગરો ઘણી વાર તે દારુની હેરા- ફેરી કરવામાં સફળ થતા હોય છે. થરાદમા ચોખાની આડમાં થતી વિદેશી દારુની હેરા ફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે ભારતમા બનાવેલ વિદેશી દારુની 198 પેટીઓને ઝડપી પાડી હતી.

પંજાબનાં બે શખ્સોની અટકાયત

ગુજરાતમા દારુ બંધી હોવા છતા પણ અવારનવાર રાજ્યની સરહદના વિસ્તારો માંથી દારુ પકડવામાં આવે છે. જેમા તે ઘણી વાર દેશી દારુ હોય છે તો કેટલીક વાર તે વિદેશી દારુ પકડવામાં આવે છે. રાજ્યની પોલીસ બુટલેગરોને પકડવા માટે તે અવનવા પ્રયત્નો કરતા હોય છે. તેવી જ એક ઘટના સામે આવી છે. થરાદ ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલું હોવાથી આ વિસ્તારમાં દારુની આપ-લે કરતા પોલીસના હાથે ઝડપાય છે. થરાદ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીએ પેટ્રોલિંગ કરતા પંજાબથી આવતા ટ્રેલરને ઝડપ્યું હતું. જેમા ચોખાની આડમા દારુની 198 વિદેશી દારુની પેટી પંજાબમાંથી ગુજરાતમા લાવવામા આવી રહી હતી. આ બનાવમાં પોલીસે પંજાબના 2 શખ્સોની અટકાયત કરી હતી અને કુલ 31 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપ્યો હતો. આ દારુ ગુજરાતમા ક્યાંથી આવ્યો અને ક્યાં આપવાનો છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

Next Video