ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરી ! ગીર સોમનાથમાં MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

|

Nov 16, 2022 | 12:20 PM

દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દારૂ સાથે ઝડપાયા છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : વિધાનસભા ચૂંટણી દરમિયાન દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, ત્યારે ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દારૂ સાથે ઝડપાયા છે. દીવ નજીક આવેલી ઉનાની માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે કારમાં તપાસ કરતા 251 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બોર્ડર પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

ગુજરાત ઈલેક્શન 2022 :  ચૂંટણીના માહોલમાં અવારનવાર દારૂનો જથ્થાની હેરાફેરી સામે આવતી રહે છે. ત્યારે હાલ ગુજરાતની બોર્ડર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દીવ અને ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા નંબર પ્લેટ વગરની રાજકીય વ્યક્તિની MLA લખેલી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video