Vadodara : MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ, યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી નિંદા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 15, 2023 | 6:52 PM

MS યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. જોકે, દારૂની પાર્ટીનો પર્દાફાશ થતાં જ ત્રણેય વિદ્યાર્થીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થી B.edના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનો ખુલાસો થયો છે.

Vadodara : દારૂબંધીની ભલે વાતો થતી હોય, પરંતુ વિદ્યાના ધામમાં જ દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની (MS University) હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા વિધાર્થીઓ ઝડપાયા છે. મનુભાઈ મહેતા હોલના રૂમ નંબર 34માં દારૂની પાર્ટી થતી હતી. જ્યાં રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ અને નાસ્તો મળી આવ્યા છે.

આ પણ વાંચો Gujarat Video: નેફ્રોલોજિસ્ટ તબીબોને હડતાળ પરત ખેંચવા માટે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કરી અપીલ

આ હોસ્ટેલના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. જોકે, દારૂની પાર્ટીનો પર્દાફાશ થતાં જ ત્રણેય વિદ્યાર્થીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થી B.edના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનો ખુલાસો થયો છે. તો સાથે જ હોસ્ટેલની સિક્યુરિટી પર પણ સવાલ ઉઠ્યા છે. બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ દારૂ પાર્ટીની નિંદા કરી છે અને કહ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી બનાવાશે અને આવી કોઈપણ પ્રવૃત્તિ યુનિવર્સિટી સાંખી લેશે નહિં.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો