ખેડા જિલ્લામાં ફરી એકવાર દેખાયો દીપડો, વન વિભાગે ગોઠવ્યા પાંજરા

ખેડા જિલ્લામાં ફરી એકવાર દેખાયો દીપડો, વન વિભાગે ગોઠવ્યા પાંજરા

| Edited By: | Updated on: Feb 02, 2024 | 10:02 PM

ખેડા જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતાં વન વિભાગ અને NGOની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસોથી મહીસાગર નદીના કોતરોમાં દીપડાની હરકત જોવા મળી રહી છે. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ખેડા જિલ્લામાં ફરી એકવાર દીપડાની લટાર જોવા મળી છે. ગઇકાલે એટલે કે ગુરૂવારની રાત્રે વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 સુધી દીપડો આવી પહોંચ્યો હતો. સૌપ્રથમ પાવર સ્ટેશનના સિક્યુરિટી ગાર્ડે દીપડાની હરકત જોતા તરત જ અધિકારીને જાણ કરી હતી. જે બાદ ચીફ એન્જિનીયરે વન વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં વન વિભાગ અને NGOની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસોથી મહીસાગર નદીના કોતરોમાં દીપડાની હરકત જોવા મળી રહી છે. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો ખેડા વીડિયો : તોરણા પાટીયા પાસે લક્ઝરી બસ પલટી, 13 મુસાફરો ઈજાગ્રસ્ત