leopard Video : અંબાજીના ગબ્બર વિસ્તારમાં દેખાયો દીપડો, વન વિભાગ થયું દોડતું

|

Aug 06, 2023 | 6:25 PM

અંબાજીના ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાયો છે. દીપડાએ શ્વાન અને બકરાનું મારણ પણ કર્યું. ગબ્બર આસપાસના વિસ્તારમાં દીપડો હજી પણ ફરી રહ્યો છે. વન વિભાગે દીપડાને પકડવા જંગલમાં પાંજરુ મૂક્યુ છે.

સાબરકાંઠા બાદ અંબાજીના ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગના કર્મચારીઓ થયા દોડતા. દીપડાએ શ્વાન અને બકરાનું મારણ કરતા આદિવાસી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગબ્બર આસપાસના વિસ્તારમાં દીપડો ફરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જયાં જંગલમાં દીપડો ફરતો જોવા મળ્યો. જેથી વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરા મૂકી શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠાના રતનપુરમાં મહિલાની છેડતીનો આરોપ મૂકી 4 ભાઈના પરિવારને ગામમાંથી કાઢી મૂક્યો, ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ ઝૂંપડી બાંધીને રહેવાની આપી ચીમકી

જો કે સાવચેતીના ભાગરૂપે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા બંધ રાખવામાં આવી છે. જયારે ગબ્બર પર જવાનો ચાલતો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો મુકાયો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે. દીપડાના આતંકના પગલે મહિલાઓ સહિત આદિવાસી પરિવારના નાના બાળકો ખુદ જાતે રક્ષણ કરતા જોવા મળ્યા હતા. વન વિભાગે સાંજે અને રાત્રિના સમયે ગબ્બર વિસ્તારમાં ન જવા લોકોને સૂચના આપી છે.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:24 pm, Sun, 6 August 23

Next Video