Gandhinagar : વાયબ્રન્ટ સમિટ 2024 માટે તૈયારીઓ શરૂ, ‘વાયબ્રન્ટ ગુજરાત’ વેબસાઈટનું લોન્ચિંગ કરાયું, જુઓ Video

|

Sep 20, 2023 | 11:38 PM

વાયબ્રન્ટ સમિટ 2024 ગુજરાતમાં રોકાણકારો માટે મહત્વની બની રહેશે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ સાથે રાજ્યના તમામ જિલ્લોઓ અને મહાનગરો વાયબ્રન્ટ સમિટમાં જોડાય તે માટે વાયબ્રન્ટ ડિસ્ટ્રક્ટ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.

Gandhinagar : વાયબ્રન્ટ સમિટ 2024 (Vibrant Summit) માટે સરકારે તૈયારી શરૂ કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સમિટ દરમિયાન યોજાનાર ઈવેન્ટસમાં ભાગ લેવા માટે ઈચ્છુક રોકાણકારો માટે યુઝરફ્રેન્ડલી અનુભવ બની રહેશે.

આ પણ વાંચો રાજ્યમાં ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે યોજાઇ બેઠક

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, ભાનુ બાબરિયા સહિતના મંત્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ સમિટ 2024 ગુજરાતમાં રોકાણકારો માટે મહત્વની બની રહેશે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ સાથે રાજ્યના તમામ જિલ્લોઓ અને મહાનગરો વાયબ્રન્ટ સમિટમાં જોડાય તે માટે વાયબ્રન્ટ ડિસ્ટ્રક્ટ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video