અંબાજીમાં મેળાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, મંદિરનું ચાચરચોક બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું, જુઓ Video

અંબાજીમાં મેળાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, મંદિરનું ચાચરચોક બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2023 | 6:53 PM

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. આજે મેળાના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા છે. મંદિરનું ચાચરચોક બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠયું છે. 29 સપ્ટેમ્બર સુધી મેળો ચાલનારો હોવાથી લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા જઈ રહ્યા છે.

Banaskantha : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 23 સપ્ટેમ્બરથી શુભારંભ થયો છે, ત્યારે આજે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા છે. મંદિરનું ચાચરચોક બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠયું છે. 29 સપ્ટેમ્બર સુધી મેળો ચાલનારો હોવાથી લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો Breaking News : અંબાજી હડાદ માર્ગ અકસ્માત, ખાનગી બસ પલટતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત, જુઓ Video

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે અને મા અંબાને શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ આધુનિક યુગમાં બધું જ ડિજિટલ થઈ રહ્યું છે. ત્યારે હવે અંબાજી મેળામાં મા અંબાનો પ્રસાદ પણ મશીનમાંથી ડિજિટલ પેમેન્ટ દ્વારા ભક્તો મેળવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો