Kutch: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે યુવાનનો અનોખો દેશપ્રેમ, સેનામાં નિશુલ્ક સેવા આપવા લોહીથી લખ્યો પત્ર

|

Jun 19, 2022 | 11:52 PM

MSWના અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા દીપકને દેશભક્તિની (patriotism) ભાવના બાળપણથી મળી છે. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીમાં ફરજ પર છે. સાથે ગામમાં પણ અનેક યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

એક તરફ સરકારની અગ્નિપથ યોજનાના (Agnipath scheme) વિરોધમાં યુવાનો હિંસા પર ઉતર્યા છે તો કેટલાક એવા પણ યુવાનો છે જે દેશ સેવા કરવા પોતાનું લોહી રેડવા પણ તૈયાર છે. ત્યારે સાચી દેશભક્તિ અને વિરોધ કરી રહેલા યુવાનોને સંદેશ આપવા કચ્છમાં રહેતા અને મૂળ ભાવનગરના ટીમાણા ગામના વતની દીપક ડાંગર નામના યુવાને રક્ષાપ્રધાનને પત્ર લખ્યો છે. પોતાના લોહીથી રાજનાથસિંહને પત્ર લખ્યો છે. જેમાં સેનામાં નિ:શૂલ્ક સેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. MSWના અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા દીપકને દેશભક્તિની ભાવના બાળપણથી મળી છે. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીમાં ફરજ પર છે. સાથે ગામમાં પણ અનેક યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

દિપકે હિંસા વચ્ચે દેશવાસીઓને એક નવો પ્રકાશ આપવાનો પ્રયત્ન કર્યો. દિપકે વિરોધ કરી રહેલા યુવાનોને અપીલ કરી છે અને કહ્યું કે દેશના ભવિષ્યના સૈનિકો આ રીતે વિરોધ કરે તે યોગ્ય નથી. સ્કૂલ સમયમાં NCC કેડેટ રહી ચૂકેલ આ યુવાન આજે પણ દિવસરાત મહેનત કરી સૈન્યમાં જોડાવાની પણ તૈયારી કરી રહ્યો છે. એકવાર ઉંમરથી અને બીજી વાર તબિયત બરોબર ન હોતા તે ભરતી પ્રક્રિયામાં અટકી ગયો હતો. પરંતુ હજી તેના પ્રયત્નો ચાલુ છે. ઈચ્છા વર્ષોથી છે, પરંતુ હાલ યોગ્ય સમય લાગતા તેને પત્ર લોહીથી લખી દેશને એક સંદેશ આપ્યો છે. દયાપરમાં પોતાનું લોહી એકત્ર કરી યુવાને પોતાની આ રીતે દેશભક્તિ દેખાડવા પ્રયત્ન કર્યો.

ભારતીય સૈન્યમાં દેશભક્ત આવા અનેકવીરો છે, જેની દેશભક્તિની આજે પણ મિશાલ દેવાય છે. જો કે એક સામાન્ય નાગરીકમાં દેશ સેવાનું આવુ ઝનૂન અન્ય યુવાન માટે પ્રેરણા છે. દિપકે હિંસા વચ્ચે દેશવાસીઓને એક નવો પ્રકાશ આપવાનો પ્રયત્ન કર્યો છે.

Next Video