Kutch: હરામીનાળામાંથી વધુ એક બોટ ઝડપાઈ, BSFએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી બોટ

|

May 27, 2022 | 3:17 PM

હરામીનાળામાંથી વધુ એક બોટ ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી.

Kutch: હરામીનાળામાંથી વધુ એક બોટ ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી. મહત્વનું છે કે, બોટમા સવાર ઘુષણખોર હાલ ફરાર છે. હાલ BSFએ બોટનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ કચ્છ જિલ્લામાંથી (Kutch) ફરી એકવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. BSFને જખૌ નજીકથી આ ચરસના 4 પેકેટ મળી આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, દરિયામાંથી લગભગ છેલ્લા બે વર્ષથી બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે.

લગભગ તમામ એજન્સીઓને આવા બિનવારસી ચરસના પકેટે મળ્યા છે. જે સીલસીલો ચાલુ વર્ષે પણ યથાવત છે. છેલ્લા એક વર્ષમાં અંદાજીત 1,500થી વધુ પેકેટ બિનવારસી ચરસના મળી આવ્યા હતો. જો કે સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો પણ આવી પ્રવૃતિ અટકાવવા માટે મદદ કરી રહ્યા છે પરંતુ સિંધોડીના બે યુવાનોએ દરિયામાંથી મળેલ ચરસના પેકેટમાંથી ચરસ વહેંચવાની ફિરાકમાં હતા અને SOGએ ઝડપી પાડ્યા છે. અગાઉ પણ માછીમારી દરમ્યાન મળેલા ચરસના જથ્થાને વહેંચવાનો પ્રયાસ કરનારને પશ્ચિમ કચ્છ પોલિસે ઝડપી પાડ્યા હતા.

Published On - 5:27 pm, Wed, 25 May 22

Next Video