BHAVNAGAR : કોળીયાક ગામે જ્વેલર્સ શોપમાંથી 10 લાખથી વધુના સોના-ચાંદીના ઘરેણાની ચોરી

|

Nov 28, 2021 | 10:44 AM

સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ 10 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે.પોલીસે સીસીટીવીને આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

BHAVNAGAR : ભાવનગરમાં દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે.તસ્કરો જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી રહ્યાં છે.ત્યારે ફરી એકવાર ઘોઘાના કોળીયાક ગામમાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા.સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ 10 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે.પોલીસે સીસીટીવીને આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

ચોરોની આ સમગ્ર ઘટના અંગે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાન કોળિયાક ગામે રહેતા અને શ્રી તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાન ધરાવતા રાજેશકુમાર મનસુખલાલ નાંઢાએ ઘોઘા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદીના જણાવ્યા અનુસાર ગત રાત્રીના દોઢથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરોએ તેમની જ્વેલર્સની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી રહેલા સોના-ચાંદીના દાગીના રોકડા અને DVR તથા તેમની દુકાનની થોડે આગળ ભરવાડ શેરીમાં ભીમજીભાઈ નાથાભાઈ પરમારનું શેરીમાં પાર્ક કરેલું બાઈક મળી કુલ રૂ.3,71,000ના મુદ્દામાલની ચોરી કરી છે.

બીજા દિવસે સવારે ચોરોની જાણ થતા બાજુની દુકાનના CCTV ચેક કરતા રાત્રીના પોણા બે થી ત્રણ વાગ્યા વચ્ચે મોઢું ઢાંકેલા ત્રણ તસ્કરોએ દુકાનમાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ઘોઘા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : KUTCH : ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો :પાટણમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન, ઝડપથી ખાતર પહોંચાડવા માંગ

 

Next Video