‘દાદા’નો જાપાન પ્રવાસ કેમ છે ખાસ, જાણો આ 5 કારણ

‘દાદા’નો જાપાન પ્રવાસ કેમ છે ખાસ, જાણો આ 5 કારણ

| Edited By: | Updated on: Nov 27, 2023 | 11:19 PM

પ્રવાસના બીજા દિવસે CM પટેલે હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી, તો જાપાનમાં વસતા ગુજરાતી ભારતીયોને સીએમ પટેલ રૂબરૂ મળ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામામાં સેન્કેઈન ગાર્ડનની પણ મુલાકાત લીધી.

CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. 7 દિવસના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ છે. 2 દિવસના પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. CM ભૂપેન્દ્ર પટેલે બૂલેટ ટ્રેનની સવારી કરી અને ટોક્યોથી યોકોહામા સિટી પહોંચ્યા હતા. તો જાપાની ગ્રીન ટીની પણ મજા માણી હતી.

પ્રવાસના બીજા દિવસે CM પટેલે હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી, તો જાપાનમાં વસતા ગુજરાતી ભારતીયોને સીએમ પટેલ રૂબરૂ મળ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામામાં સેન્કેઈન ગાર્ડનની પણ મુલાકાત લીધી. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલે જાપાન સરકારને વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે પણ આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર, યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના, જુઓ વીડિયો

CMના જાપાન પ્રવાસથી ગુજરાતને કેટલો ફાયદો છે તે આ 5 મુદ્દામાં સમજીએ તો કન્ટ્રી પાર્ટનર તરીકે જાપાનને ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024માં આમંત્રણ આપવાનો મુખ્ય હેતુ છે. તો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયોને 100 ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકને આગળ ધપાવવો છે. ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન સાથે ભાગીદારી વધારવી, 2070 સુધીમાં ઝીરો કાર્બન ઈ-મિશનના લક્ષ્યાંકને પાર પાડવો તથા નેશનલ ઈલેક્ટ્રીક મોબિલિટી મિશનને સફળતાથી આગળ વધારવાનો હેતુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો