Video : યુક્રેનમાં ફસાયેલા ખેડાના પ્રતિક પટેલે વાસ્તવિક પરિસ્થિતિનો ચીતાર આપ્યો

|

Feb 25, 2022 | 10:34 PM

યુક્રેનના સરહદી દેશોની બોર્ડર તરફ હાલ ભારતીયો હિજરત કરી રહ્યા છે. પ્રતિક પટેલે ભારત સરકારને મદદની અપીલ કરી છે. તેઓ 4 વ્યક્તિ હાલ પોતાનું ઘર છોડી પોલેન્ડની બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે અને તેમની સાથે સગર્ભા મહિલા પણ છે.

Russia Ukraine war  :  યુક્રેનમાં(Ukraine)  ફસાયેલા ખેડાના (Kheda)પ્રતિક પટેલે વીડિયો (Video ) મેસેજથી વાસ્તવિક પરિસ્થિતિનો ચીતાર આપ્યો છે.યુક્રેનના સરહદી દેશોની બોર્ડર તરફ હાલ ભારતીયો હિજરત કરી રહ્યા છે. પ્રતિક પટેલે ભારત સરકારને મદદની અપીલ કરી છે. તેઓ 4 વ્યક્તિ હાલ પોતાનું ઘર છોડી પોલેન્ડની બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે અને તેમની સાથે સગર્ભા મહિલા પણ છે. તેમજ ભારતની એમ્બેસીએ જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર પણ બંધ આવી રહ્યા છે, ત્યારે નિ: સહાય સ્થિતિએ ભારત સરકાર પાસેથી મદદની અપીલ કરી છે.

આ દરમ્યાન યુક્રેન પર રશિયાના સતત હુમલાઓને કારણે દેશની આંતરિક પરિસ્થિતિમાં વિકટ બની ગઈ છે. સ્થાનિક નાગરિકોની સાથે ભારતીય લોકોનું જીવન પણ ત્યાં સતત જોખમમાં આવી ગયુ છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સ્થળાંતર માટેની ખાસ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે લોકોને યુક્રેનથી પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવશે.

સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને પગલે યુક્રેને ગુરુવારે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જે બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી પરત ફરવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર યુક્રેનના પડોશી દેશો મારફતે ભારતીયોને પરત લાવવાના માર્ગો પર ચર્ચા કરી રહી છે. જો કે, આ ફ્લાઈટ્સની સમય મર્યાદા શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ, જાણો અત્યાર સુધી કયા દેશોએ રશિયા પર લગાવ્યા છે પ્રતિબંધ

આ પણ વાંચો :  Photos : યુદ્ધ વચ્ચે શેલ્ટરમાં આશ્રય લઇ રહ્યા છે લોકો, ચહેરા પર નિરાશા અને ભય

Published On - 10:31 pm, Fri, 25 February 22

Next Video