સોમનાથની સભામાં કેજરીવાલની જાહેરાત, AAPની સરકાર બનશે તો દરેક બેરોજગારોને આપશે રોજગારી, નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને મળશે 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ

|

Aug 01, 2022 | 6:31 PM

Arvind Kejrival In Somnath: સોમનાથની સભામાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના દરેક બેરોજગારોને નોકરી આપવાનુ વચન આપ્યુ. સાથોસાથ નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની વાત કરી.

શ્રાવણના પહેલા સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા હતા, આ દરમિયાન કેજરીવાલે તેમના સંબોધનમાં અનેક વચનોની લ્હાણી કરી. અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) એ કહ્યુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તો તમામ બેરોજગારોને નોકરી આપશે. તેના માટે 10 લાખ નોકરીઓ બહાર પાડશે તેમ તેમણે જણાવ્યુ. એટલુ જ નહીં તેમણે કહ્યુ જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગાર યુવકને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપશે. તેમણે કહ્યુ સહકારી વિભાગોમાં પણ નોકરી આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરીને પારદર્શક્તા લાવશુ. કેજરીવાલે કહ્યુ તેમની સરકાર બનશે તો 5 વર્ષમાં દરેક બેરોજગારને નોકરી આપશે. આ સાથે તેમણે દિલ્હી મોડેલનુ ઉદાહરણ આપ્યુ કે તેમણે દિલ્હીમાં 12 લાખ બેરોજગારોને નોકરી અપાવી છે.

ગુજરાત મોડેલમાં ઝેરી દારૂ મળશે

અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડેલ અને ગુજરાત મોડેલની સરખામણી કરતા ગુજરાત સરકાર પર પ્રહાર કર્યો કે ગુજરાત મોડેલમાં ઝેરી દારૂ મળશે. વધુમાં કેજરૂવાલે કહ્યુ કે રેવડી એટલે રૂપિયાને સ્વીસ બેંક ભેગા કરવા હોય તો ભાજપને મત આપજો. તેમણે કહ્યુ લઠ્ઠાકાંડમાં જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારોને હું મળવા ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને સી.આર. પાટિલ તો મળવા પણ નથી ગયા.

લઠ્ઠાકાંડ અંગે કેજરીવાલે કહ્યુ કે ભાજપનું કહેવુ છે કે આને કારણે વોટમાં કોઈ અસર નહીં થાય, કેજરીવાલે કહ્યુ ભાજપ લોકોની સંવેદનાને વોટ સાથે જોડે છે. તેમણે કહ્યુ નક્લી દારૂ પુત્રને પીવડાવવો હોય તો ભાજપને મત આપજો અને શિક્ષણ અને આરોગ્ય જોઈતુ હોય તો AAPને મત આપજો. કેજરીવાલે કહ્યુ હું લોકોને રોજગારીની ગેરંટી આપવા આવ્યો છુ, પાંચ મહિના રાહ જુઓ દરેકને નોકરી આપશુ. આ સાથે તેમણે કહ્યુ યુવાનોને અપીલ કરુ છુ કે બેરોજગારીને કારણે આત્મહત્યા ન કરે.

Next Video