Ahmedabad: કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ વિવાદને લઇને DEO ઓફિસના અધિકારીઓની તપાસ, આચાર્યની થશે પૂછપરછ, જુઓ Video

|

Oct 04, 2023 | 3:32 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગઇકાલે કેલોરેક્ષ સ્કૂલમાં (Calorex School) નમાઝ અદા કરાવવાને લઇને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને લઇને DEO ઓફિસના અધિકારીએ આજે શાળા પર પહોંચીને સમગ્ર મામસે તપાસ શરુ કરી છે. તો સાથે જ શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીના આદેશથી તપાસ તેજ કરવામાં આવી છે.

Ahmedabad : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગઇકાલે કેલોરેક્ષ સ્કૂલમાં (Calorex School) નમાઝ અદા કરાવવાને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને લઇને DEO ઓફિસના અધિકારીએ આજે શાળા પર પહોંચીને સમગ્ર મામસે તપાસ શરુ કરી છે. તો સાથે જ શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીના આદેશથી તપાસ તેજ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલે શાળાના આચાર્યની પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો- Ahmedabad Video : ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.  શિક્ષણ અધિકારીએ તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. પ્રાથમિક અહેવાલમાં સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાય છે તેમ DEOએ જણાવ્યું છે. તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ નહિ કરાવવા શાળાને DEOને તાકીદ કરી સાથે ન સંચાલક મંડળને સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ જણાવાશે.

ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલ આવેલી છે. જેમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવતા વિવાદ વકર્યો હતો. ગણેશોત્સવ અને ઈદની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન નમાઝ અદા કરવામાં આવી હતી. જેની સામે ગઇકાલે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓના માતા-પિતાએ સખત વિરોધ દર્શાવ્યો હતો. ઉશ્કેરાયેલા ABVPના કાર્યકરોએ શિક્ષકને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ.

મંગળવારે સામે આવેલી આ ઘટનામાં શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તો DEOએ સમગ્ર મામલે શાળાને નોટિસ આપી ખુલાસો પણ માગ્યો. તો બીજી તરફ શાળાની ખરાબ છબી ન પડે માટે આજે શાળા બંધ પણ રાખવામાં આવી હતી. તો સાથે જ આજે સમગ્ર મામલે DEO ઓફિસમાંથી તપાસ માટે અધિકારી પણ શાળા પર પહોંચ્યા હતા. જ્યાં શાળા પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી.

DEO ઓફિસમાંથી શાળા પર પહોંચેલા અધિકારીની મીટિંગમાં શાળાના પ્રિન્સિપલ નિરાલી ડગલીએ મંગળવારે આપેલું જ નિવેદન ફરી આપ્યું  હતુ. પ્રિન્સિપાલે  તેમની શાળામાં થતા વિવિધ કાર્યક્રમોના ભાગ સ્વરૂપે જ એક કાર્યક્રમ યોજાયાનું જણાવી તેમાં બાળકોને વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવતી હોવાનું નિવેદન આપ્યુ. જે એક્ટિવિટીના ભાગરૂપે આ પાંચ બાળકોને નમાઝ કઈ રીતે પઢવી તે અંગેની એક્ટિવિટી કરી નિદર્શન કરાયું હતું. જેનો વિડીયો શાળાના FB પેજ પર પણ મુકાયો હતો. જોકે ખ્યાલ ન હતો કે તે દ્રશ્યો પરથી લોકોને દુઃખ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:00 pm, Wed, 4 October 23

Next Video