Junior Clerk Exam Paper leak : પેપર લીક કાંડના આરોપીઓને ગુજરાત એટીએસ અમદાવાદ લાવી, જુઓ વિડીયો

|

Jan 29, 2023 | 5:59 PM

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે.પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે.આ આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. આ કેસમાં ઝડપાયેલા 15 આરોપીને લઇને ગુજરાત એટીએસ અમદાવાદ આવી છે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે.પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે.આ આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. આ કેસમાં ઝડપાયેલા 15 આરોપીને લઇને ગુજરાત એટીએસ અમદાવાદ આવી છે.  જેમાં  તમામ આરોપીઓને ATS દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

16 આરોપીઓએ 9.53 લાખ ઉમેદવારોની મહેનતની ધૂળધાળી કરી નાખી

આ કેસમાં પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજું ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે. 16 આરોપીઓએ 9.53 લાખ ઉમેદવારોની મહેનતની ધૂળધાળી કરી નાખી છે.સપનાઓ તોડી નાખ્યા. પરંતુ હવે આરોપીઓ કાયદાના સકંજાથી બચી શકશે નહીં.થોડા રૂપિયા માટે આરોપીઓએ  લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કર્યા છે.

પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકની પણ ધરપકડ કરાઇ

જ્યારે પોલીસે પેપરકાંડના મુખ્ય આરોપી પ્રદીપ નાયકને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે. પ્રદીપ નાયકની સાથે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકની પણ ધરપકડ કરાઇ છે.

વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો

જ્યારે કે અન્ય આરોપી મોરારી પાસવાનને પણ પોલીસે બિહારથી દબોચી લીધો છે.જીત નાયકે તેમના સગા પ્રદીપ નાયકને પેપરની કોપી આપી હતી.મોરારી પાસવાન પેપર ફોડનારા લોકો અને સોલ્વ કરાવનારા લોકો વચ્ચેની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ નાયકના વડોદરામાં કોઇ સંપર્ક નહોતા પરંતુ તે મોરારી પાસવાન દ્વારા વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં લેવાનાર CCC ની પરીક્ષા ટેકનીકલ કારણોસર મોકૂક રખાતા સરકારી કર્મચારીઓ નારાજ

Published On - 5:55 pm, Sun, 29 January 23

Next Video