Junagadh: 50 હિન્દુઓએ બૌદ્ધ ધર્મની દીક્ષા અંગીકાર કરી, કાનૂની પરવાનગીથી યોજવામાં આવ્યો કાર્યક્રમ

|

Dec 27, 2021 | 6:40 AM

Junagadh: 50 થી વધુ હિન્દુઓએ કાનૂની પરવાનગી સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તો આ દીક્ષા સમારોહ માટે અગાઉથી કલેકટર પાસે મંજૂરી લેવામાં આવી હતી.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં હિન્દુ ધર્મ (Hindu Dharm) ત્યાગી 50 જેટલા વ્યક્તિઓએ બૌદ્ધ ધર્મ (Bauddha Dharma) અપનાવ્યો છે. બૌદ્ધ ઉપાસિકા સેવા સંઘના માધ્યમથી જિલ્લાના અનુસૂચિત જાતિના 50 જેટલા મહિલા-પુરૂષોએ બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા લીધી હતી. જિલ્લા કલેક્ટરની પરવાનગી અને ધર્મ પરિવર્તનની તમામ જોગવાઈઓનું પાલન કરી ધર્મ પરિવર્તન કરાયું છે. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા રાજરત્ન ભવન ખાતે 50 વ્યક્તિઓને વિધિવત બૌદ્ધ ધર્મની દીક્ષા અપાઈ હતી.

તો કાર્યક્રમમાં ઉપસ્થિત એક બૌદ્ધસેવિકાએ જણાવ્યું કે આ બૌદ્ધ ધર્મ અંગીકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 50 લોકોએ એમની મરજીથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તો આ કાર્યક્રમ માટે કલેકટરની પૂર્વમંજુરી લેવામાં આવી હતી. આ દરેક દીક્ષાર્થીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગ પર ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.

 

આ પણ વાંચો: આ કંપનીએ તેના કર્મચારીઓને આપી ચીમકી! Cryptocurrency નું રોકાણ જાહેર કરો નહીંતર પેનલ્ટી માટે તૈયાર રહો, જાણો શું છે મામલો

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 27 ડિસેમ્બર: તમારા જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સમર્થન તમારું મનોબળ જાળવી રાખશે, આજે માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામથી દૂર રહો

Next Video