Junagadh Breaking News : માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પુલ પર ફસાઈ ST બસ, સામે આવ્યો-Video
Junagadh News, Malia Hatina Rain, Heavy Rain in Gujarat, ST Bus Stuck in Water, Gujarat ST Bus, Malia Hatina to Vandarvad Bus, Bridge Overflow, Flood Situation in Junagadh, Waterlogged Roads, Flash Flood Gujarat, Bus Rescue Operation, Passengers Rescued Safely,
ભારે વરસાદને કારણે તાલુકાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
પુલ પર ફસાઈ ST બસ
માળિયા હાટીનાથી વાંદરવડ જતી ST બસ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. વોકળા પર આવેલા બેઠા પુલ પરથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસ પુલ પર જ અધવચ્ચે અટકી પડી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરી બસમાં સવાર તમામ મુસાફરો તેમજ ડ્રાઈવર અને કંડક્ટરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મુસાફરો તેમજ ડ્રાઈવર અને કંડક્ટરને સુરક્ષિત રીતે બચાવ
માળિયા હાટીના પંથકમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ માત્ર થોડા કલાકોમાં જ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.
અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા માર્ગો અને બેઠા પુલ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે તાલુકાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.