જુનાગઢ: માંગરોળ માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી- Video

| Updated on: Dec 22, 2024 | 7:13 PM

જુનાગઢમાં આવેલા માંગરોળ તાલુકાના માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ કે જવાબદારો સામે કાર્યવાહી થશે. ગુજકોમાસોલ અને નોડલ એજન્સીને ધ્યાને પણ આ બાબત મુકી છે.

જુનાગઢમાં માંગરોળ માર્કેટ યાર્ડમાં મગફળઈ ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ થય છે. અન્ય રાજ્યમાંથી મગફળી લાવી સ્થાનિક ખેડૂતોના નામે વેચાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ અગ્રણી રામ કરમટાએ યાર્ડના ચેરમેન સામે આક્ષેપ કર્યા છે. માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં ગોડાઉન ભાડે રખાય છે. ભાડે રાખેલા ગોડાઉનમાં મગફળી મિક્સ કરાતી હોવાનો દાવો કરાયો છે.

UP, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ગેરકાયદે રીતે મગફળી લવાય છે. સ્થાનિક ખેડૂતોના નામે અન્ય રાજ્યની મગફળી વેચાતી હોવાનો દાવો કરાયો છે. સ્થાનિક ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. સ્થાનિક ખેડૂત અગ્રણી દ્વારા તો કોંગ્રેસ-ભાજપીની મિલીભગતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશથી જેવા રાજ્યમાંથી ગેરકાયદે રીતે મગફળી લાવવામાં આવે છે અને સ્થાનિક ખેડૂતના નામે વેચાય છે.

આ સમગ્ર મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે આ મામલો મારી જાણમાં છે. જવાબદારો સામે કાર્યવાહી થશે. ગુજકોમાસોલ અને નોડલ એજન્સીને ધ્યાને પણ આ બાબત મુકી છે.

Input Credit- Vijay Parmar- Junagadh

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો