GANDHINAGAR : કથિત ભરતી કૌભાંડ મુદ્દે મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

|

Jan 04, 2022 | 4:25 PM

Recruitment Scam :રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે હાલમાં લેવાયેલી ઉર્જા વિભાગની તમામ ભરતીની યોગ્ય તપાસ કરવામાં આવશે.

રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શકતામાં વિશ્વાસ રાખે છે.

GANDHINAGAR : ઊર્જા વિભાગની પાછલા ત્રણ વર્ષમાં થયેલી ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે.આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે CM ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. હાલમાં લેવાયેલી ઉર્જા વિભાગની તમામ ભરતીની યોગ્ય તપાસ કરવામાં આવશે.આ સમગ્ર ભરતી પ્રક્રિયા મુંબઈની એજન્સી દ્વારા કરવામાં આવી છે.આ એજન્સી ભારત પેટ્રોલિયમ અને રેલવે પોલીસની ભરતી પરીક્ષા લઈ ચુકી છે. રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શકતામાં વિશ્વાસ રાખે છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ઊર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તો યુવરાજ સિંહના આરોપ અનુસાર અત્યારે પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તો યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું જણાવવામાં આવ્યું છે.

તો આ કથિત કૌભાંડ મામલે મુખ્યપ્રધાન કક્ષાએથી આ કૌભાંડની તપાસના આદેશ થયા છે. આ કથિત ભરતી કૌભાંડ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંજ્ઞાન લઈને આ તપાસના આદેશ આપ્યા છે. તો બીજી બાજું મુખ્યપ્રધાન કક્ષાએથી આ કૌભાંડની તપાસના આદેશ થયા છે. આ કથિત ભરતી કૌભાંડ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંજ્ઞાન લઈને આ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : ભરતી કૌભાંડના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા,”કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે”

Next Video