ઝગડીયા જીઆઈડીસીની Kurlon Enterprise માં ભીષણ આગ લાગી, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

|

Jul 15, 2022 | 9:37 AM

ઉલ્લેખનીય છે કે પ્લાન્ટમાં કલ્યા કારણોસર આગ લાગી તેની આ સરકારી વિભાગની ટિમ સ્વતંત્ર તપાસ હાથ ધરસે. બનાવમાં કંપનીના પ્લાન્ટને મોટું નુકસાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જયારે મોટી માત્રામાં મટીરીયલ પણ બળીને ખાક થયું છેં .

ભરૂચ(Bharuch) જિલ્લામાં ઝગડીયા જીઆઈડીસીમાંઆવેલી કર્લોન એન્ટરપ્રાઇઝ કંપની(kurlon enterprise)માં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ધુમાડાના ગોટા ઉડતા નજરે પડયા બાદ આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે ઝાડગીયા જીઆઇડીસી અને આસપાસની કંપનીઓના ફાયરફાઈટર મદદે બોલાવી લેવાયા છે. ઘટનામાં હજુસુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી. આગમાં મોટા નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

 

 

સવારે 8 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં ભીષણ આગનો મેસેજ મળતા ઇમરજન્સી રિસ્પોન્સ ટિમ તાત્કાલિક ઘટનાસ્થળ સતરફ રવાના થઇ હતી. કોરલોન એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આચનક આગ ફાટી નીકળી હતી. મેટ્રેસ બનાવતી કંપનીમાં આગ લાગી હતી જેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. પ્રાથમિક તબક્કે 5 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે જે આગ ઉપ્પર પાણીનો મારો ચલાવી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આગ લાગવાનું કારણ હજુ અંકબધ છે. કંપનીમાંથી કામદારોને સલામત બહાર કાઢી લેવાયા છે. ઘટનાની જાણ થતા ઝગડીયા પોલીસ પણ કંપની ખાતે પહોંચી હતી. આગના મામલાની તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને જીપીસીબીની ટિમ પણ પહોંચી રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્લાન્ટમાં કલ્યા કારણોસર આગ લાગી તેની આ સરકારી વિભાગની ટિમ સ્વતંત્ર તપાસ હાથ ધરસે. બનાવમાં કંપનીના પ્લાન્ટને મોટું નુકસાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જયારે મોટી માત્રામાં મટીરીયલ પણ બળીને ખાક થયું છેં .

Published On - 9:22 am, Fri, 15 July 22

Next Video