Jamnagar Video : ધ્રોલના હજામચોરા ગામે તળાવમાં ડૂબતા બે સગા ભાઈના મોત

| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:28 PM

રાજ્યમાં સતત ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. 7 સપ્ટેમ્બરે મહેસાણામાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં નદીમાં નાહવા પડેલા 4 યુવકોમાંથી 3 યુવકોના મોત નિપજ્યા હતા. તો રાજ્યમાં ડૂબી જવાથી મોતની અલગ અલગ 4 ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 7 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ બે ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે.

Jamnagar : ધ્રોલના (Dhrol) હજામચોરા ગામે તળાવમાં ડૂબતા બે સગા ભાઈના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતા જ જામનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ નિલેશ અને વિનોદ વાઘેલાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો  Mehsana : વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવક ડૂબ્યા, 1 યુવાનને બચાવી લેવાયો, 3ના મોત, જુઓ video

તો બીજી તરફ સતત રાજ્યમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. 7 સપ્ટેમ્બરે મહેસાણામાં આવી જ એક ઘટના સામે આવી હતી. વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવક ડૂબ્યા હતા. જેમાં 3 યુવકોના મોત નિપજ્યા હતા. તો રાજ્યમાં ડૂબી જવાથી મોતની અલગ અલગ 4 ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 7 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ બે ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો