કારનો કકળાટ : જામનગરમાં કાર ખરીદવા મામલે મેયર અને વિપક્ષ વચ્ચે ધમાસાણ, 50 લાખની રકમ મંજુર કરાતા વિવાદ

|

May 12, 2022 | 8:21 AM

Jamnagar News : વિપક્ષનું કહેવું છે કે અન્ય કામો જે રીતે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે તે જ પ્રમાણે કારની સેવા પણ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે, જેથી કરીને પ્રજાના રૂપિયાનો બગાડ ન થાય અને તે રકમ બીજા કોઈ કામ પાછળ વાપરી શકાય.

Jamnagar : જામનગર મહાનગરપાલિકામાં (Jamnagar Muncipial Corporation) મેયર અને મ્યુનિસિપલ કમિશનર માટે નવી કાર ખરીદવાના નિર્ણય સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ વિપક્ષે શાસક પર અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે, જામનગર શહેરના મેયર (Jamnagar Mayor) અને મ્યુનિસિપલ કમિશનર માટે 2 નવી કાર ખરીદવા માટે 50 લાખની રકમ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે જેની સામે વિપક્ષે સખત વાંધો ઉઠાવ્યો છે.

અણધડ વહિવટના કારણે પ્રજાના કામો માટે રકમ મંજૂર થતી નથી : વિપક્ષ

વિપક્ષનું કહેવું છે કે અન્ય કામો જે રીતે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે તે જ પ્રમાણે કારની સેવા પણ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે જેથી કરીને પ્રજાના રૂપિયાનો બગાડ ન થાય અને તે રકમ બીજા કોઈ કામ પાછળ વાપરી શકાય. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે અણધડ વહિવટના કારણે પ્રજાના કામો માટે રકમ મંજૂર થતી નથી. તો બીજી તરફ સત્તાધીશોને સગવડો માટે કંઈ પણ વિચાર્યા વિના ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવે છે.

કારને લઈને શાસક પક્ષ અને વિપક્ષ આમને સામને

તમને જણાવવું રહ્યું કે, થોડા દિવસો પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં શહેરના જુદા જુદા વેપારીઓને ત્યાં જપ્તીકરણ તેમજ દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની ચાર ટીમો બનાવીને શહેરના અલગ- અલગ વિસ્તારોમાં દોડતી કરવામાં આવી છે.આ બધા કામોની વચ્ચે હાલ મેયર અને મ્યુનિસિપલ કોર્પરેશનની કારનો વિવાદ ઉડીને આંખે વળગી રહ્યો છે.

Next Video