જામનગરના વેપારીઓ માટે સારા સમાચાર, હવે ધાતુની ચકાસણી માટે રાજકોટ અને અમદાવાદ નહીં જવું પડે

|

Jan 19, 2023 | 1:58 PM

. દેશ-વિદેશની આધુનિક 6 મશીનની મદદથી લેબમાં ધાતુની ચકાસણીનો રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. માત્ર ગણતરીની મિનિટોમાં ધાતુમાં રહેલા તત્વોની જાણકારી અને વસ્તુ ઉપર લોડની ક્ષમતા સહિતની વસ્તુ લેબમાંથી જાણી શકાશે. ISO 1 હજારની માન્યતા મેટા લેબને મળી છે.

જામનગરના ધાતુના વેપારીઓ અને ઉદ્યોગકારોને ધાતુની ચકાસણી માટે હવે રાજકોટ અને અમદાવાદ નહીં જવું પડે. ફેકટરી ઓનર્સ એન્ડ એસોસિયેશન દ્રારા કાર્યરત મેટાલેબમાં ધાતુની ગુણવતાની થશે ચકાસણી. દેશ-વિદેશની આધુનિક 6 મશીનની મદદથી લેબમાં ધાતુની ચકાસણીનો રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. માત્ર ગણતરીની મિનિટોમાં ધાતુમાં રહેલા તત્વોની જાણકારી અને વસ્તુ ઉપર લોડની ક્ષમતા સહિતની વસ્તુ લેબમાંથી જાણી શકાશે. ISO 1 હજારની માન્યતા મેટા લેબને મળી છે.

દેશ-વિદેશની આધુનિક 6 મશીનની મદદથી લેબમાં ધાતુની ચકાસણી

ધાતુના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ, ઉઘોગકારો, કારખાનાન માલિકોને ધાતુની ગુણવતાની ચકાસણી અને તેનું સર્ટીફિકેટ ખૂબ જરૂરી હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે અન્ય રાજય સાથે વેપાર કરવા માટે આ લેબનો રિપોર્ટ ઉદ્યોગકારોને ઉપયોગી સાબિત થશે. જામનગરને બ્રાસ-સીટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં બ્રાસના નાના-મોટા આશરે 10 હજારથી વધુ કારખાના આવેલા છે.

Published On - 12:12 pm, Thu, 19 January 23

Next Video