Jamnagar : ધ્રોલ પાસે કાર અને આઈસર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે 3ના મોત, જુઓ Video

|

Jan 24, 2023 | 1:08 PM

અકસ્માતની જાણ થતા સ્થાનિકો સત્વરે દોડી આવ્યાં હતાં અને તાત્કાલીક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રાજ્યમા અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. જામનગરના નજીક ધ્રોલ ગોલકપર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કાર અને આઈસર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની જાણ થતા સ્થાનિકો સત્વરે દોડી આવ્યાં હતાં અને તાત્કાલીક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Jamnagar : ચોરીનું દૂષણ ડામવા, રાત્રી ચોકી પહેરો ! ચોરીના બનાવ ન બને તે માટે ગામના લોકો ખુદ કરે છે રખેવાળી

ગઈ કાલે પણ ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જે નવસારીના ચીખલી નજીકના આલીપોર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રીજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ પીડિતોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને થતા નવસારીના DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ ચીખલી પોલીસે આલીપોર બ્રિજ પર થયેલા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video