હાથમાં પાવડો પણ ના પકડનારા બન્યા છે ખેડૂતો ! બોગસ ખેડૂત કૌભાંડની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો

|

May 25, 2022 | 9:30 AM

મહેસૂલ વિભાગમાં (Revenue Department) કેટલો અને કઈ હદનો ભ્રષ્ટાચાર ચાલે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડા-માતરમાં હાથમાં પાવડો ન પકડયો હોય તેવા એક બે નહીં 500 જેટલા માલેતુજારો સરકારી ચોપડે ખેડૂતો (Farmers) બની બેઠા છે.

ખેડા જિલ્લાના માતર તાલુકામાં (Kheda-Matar)બોગસ ખેડૂત બની ખેતીલાયક જમીન ખરીદવાના મામલામાં તપાસનો રેલો ગાંધીનગર (Gandhinagar) મહેસુલ વિભાગ સુધી પહોંચ્યો છે.મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ 2020 અને 2021માં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.મહેસૂલ વિભાગની ટીમે વિગતોના આધારે મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથધરી હતી.અધિકારીઓ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી 350 કરતા વધારે દસ્તાવેજોની માહિતી અને અન્ય વિગતો સાથે લઈ ગયા હતા.બીજી તરફ મામલતદારે કહ્યું, તપાસ બાદ ખેતીલાયક જમીન ખરીદનાર બિન ખેડૂત હોવાનું માલુમ પડશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.

મહેસૂલ વિભાગે તપાસ હાથ ધરી

આગામી દિવસોમાં બોગસ એન્ટ્રીને રીવ્યુમાં લેવા રિવિઝન માટે જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવશે.સાથે જ આ કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી હશે તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.મહેસૂલ વિભાગમાં (Revenue Department) કેટલો અને કઈ હદનો ભ્રષ્ટાચાર ચાલે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ખેડા-માતરમાં હાથમાં પાવડો ન પકડયો હોય તેવા એક બે નહીં 500 જેટલા માલેતુજારો સરકારી ચોપડે ખેડૂતો (Farmers) બની બેઠા છે. આ લોકોએ ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સરકારની આંખમાં ધૂળ નાખી અત્યાર સુધી કરોડોનો ચૂનો ચોપડી દીધો છે.

ખેતીની આવક ઈન્કમટેક્સમાંથી મુક્ત હોવાથી ગેરકાયદેસર આવકને કાયદેસર કરવા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને માલેતૂજારોએ સરકારી અધિકારીઓ સાથે મળીને મસ મોટું કૌભાંડ આચર્યું છે.જેથી આ બોગસ ખેડૂત ખાતેદારને ઝડપવા મહેસુલ વિભાગે ચક્રમાન ગતિમાન કર્યા છે.

Next Video