મોરબી ભાજપમાં જૂથવાદ ! કાંતિ અમૃતિયાને હરાવવા BJP ના અગ્રણી જ મેદાને, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકારણ તેજ

|

Dec 07, 2022 | 7:40 AM

ઓડિયોમાં ઘાંટીલા ગામના વ્યક્તિ અને ભાજપના સહકારી અગ્રણી મગન વડાવીયાની વાતચીત હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની સાથે રહીને કોંગ્રેસને મતદાન કરવાની વાત થઈ રહી છે.

મોરબી ભાજપમાં જુથવાદ ચરમસીમા પર હોય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. ભાજપના જ લોકો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. ઓડિયોમાં ઘાંટીલા ગામના વ્યક્તિ અને ભાજપના સહકારી અગ્રણી મગન વડાવીયાની વાતચીત હોવાની વાત સામે આવી છે. જેમાં ભાજપના ઉમેદવાર કાંતી અમૃતિયાની સાથે રહીને કોંગ્રેસને મતદાન કરવાની વાત થઈ રહી છે. આ ઓડિયોમાં કાંતીલાલ અમૃતિયાના પૈસાથી કાર્યાલય બનાવી તેના વિરૂદ્ધ મતદાન કરવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે આ ઓડિયોની પુષ્ટી ટીવીનાઈન કરતું નથી.

વાયરલ ઓડિયો ક્લિપથી રાજકારણ તેજ

આ તરફ વાયરલ થયેલી અન્ય એક ઓડિયો ક્લિપથી જસદણનું રાજકારણ ગરમાયું છે. કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપના જ એક નેતાની મોટી ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. આ ઓડિયો ક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે. ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વ કુંવરજી બાવળિયા હારે તેવું ઈચ્છતું હતું.

Published On - 7:39 am, Wed, 7 December 22

Next Video